આશા / યખાલ

બાઇબલમાં આપણે એવા લોકો વિશે જોઇએ છીએ, જેમને કંઇ આશા છે, અને તેઓ આશાવાદી લોકો કરતાં ખૂબ જ અલગ છે! આ વિડિયોમાં આપણે જોઇશું કે કેવી રીતે બાઇબલ પ્રમાણેની આશા ફક્ત ઈશ્વરના ચરિત્ર પર એવું લક્ષ રાખે છે કે વર્તમાન કરતાં ભવિષ્ય વધારે સારું હશે #BibleProject #બાઈબલ #આશા…વધુ વાંચો

શાલોમ / શાંતિ

"શાંતિ" એ ગુજરાતી ભાષાનો એક સામાન્ય શબ્દ છે અને અલગ અલગ લોકો માટે તેનો અર્થ અલગ અલગ હોય છે. બાઇબલમાં પણ તે એક મહ્ત્વનો શબ્દ છે કે જે સંઘર્ષની ગેરહાજરીને જ નહીં પણ બીજી કોઈ બાબતની ઉપસ્થિતિને પણ સૂચવે છે. આ વિડિયોમાં આપણે બાઇબલમાં જણાવેલ શાંતિનો અર્થ અને કેવી રીતે તે ઈસુ પાસે દોરી જાય છે, તેના વિશે જોઇશું. #BibleProject #બાઈબલ #શાંતિ

પ્રેમ / અગાપે

આપણી ભાષામાં "પ્રેમ" શબ્દ ખૂબ જ સામાન્ય શબ્દ છે, કેમ કે તે મુખ્યત્વે માણસને થતી એક લાગણીનો ઉલ્લેખ કરે છે. નવા કરારમાં, "પ્રેમ" શબ્દ લોકો સાથે વ્યવહાર કરવાની ઈસુએ કરેલી વ્યાખ્યાને સૂચવે છે: એટલે કે લોકોનો પ્રતિભાવ ગમે તેવો હોવા છતાં તેમનું ભલું ઇચ્છવું. #BibleProject #બાઈબલ #પ્રેમ

આનંદ / ખારા

આ વિડિયોમાં આપણે ઈશ્વરના લોકોને જેનો અનુભવ કરવા તેડવામાં આવ્યા છે તે અજોડ પ્રકારના આનંદ વિષે જોઇએ છીએ. તે તો ખુશમિજાજથી વધારે વિશેષ બાબત છે, ઊલટું એવો ભરોસો કરવાની પસંદગી છે કે ઈશ્વર તેમના વચનોને પરિપૂર્ણ કરશે. #BibleProject #બાઈબલ #આનંદ

સભાશિક્ષકનું પુસ્તક

આ પુસ્તકમાં આપણને એક સંશયી "શિક્ષક"નો અવાજ સાંભળીએ છે. તે અવલોકન કરે છે કે નીતિવચનોના પુસ્તક પ્રમાણે જીવન જીવવાથી કાયમ હકારાત્મક પરિણામો પ્રાપ્ત થતાં નથી. કેટલીકવાર જીવન કઠિન બને છે અને સરળ સમજથી વિપરીત હોય છે. કેવી રીતે તમે આ તણાવ સાથે જીવન જીવતા હોવા છતાં પણ ડહાપણ પામવા સખત પરિશ્રમ કરશો? સભાશિક્ષક તો બાઇબલના જ્ઞાન અને ડહાપણને લગતું બીજું પુસ્તક છે. #BibleProject #બાઈબલ #સભાશિક્ષકનુંપુસ્તક

નીતિવચનોનું પુસ્તક

આ પુસ્તક ઈશ્વરપરાયણ આંતરસૂઝ ધરાવતા લોકોની પેઢીઓના ડહાપણનો સંગ્રહ છે. તે સદગુણ સાથેના જીવન અને "ઈશ્વરના ભય" ને પ્રોત્સાહન આપે છે, જેથી તમે સાચા અર્થમાં સારા જીવનનો અનુભવ કરી શકો. નીતિવચનો તો બાઇબલમાં જણાવેલા ડહાપણના આ વિષયોને તપાસતાં ત્રણ પુસ્તકોમાંનું એક પુસ્તક છે. #BibleProject #બાઈબલ #નીતિવચનોનુંપુસ્તક

વિશ્વાસુ

એમેટ શબ્દ બાઇબલમાં ઈશ્વરનું વર્ણન કરવા માટે વાપરવામાં આવેલો એક સામાન્ય શબ્દ છે. તેનો અનુવાદ "વિશ્વાસુપણું" કે "સત્ય" તરીકે કરી શકાય છે. તેથી જ્યારે લેખકો કહે છે કે ઈશ્વર "એમેટથી ભરપૂર" છે, ત્યારે તેઓ જણાવી રહ્યા હોય છે કે ઈશ્વર ભરોસાપાત્ર અને વિશ્વાસુ છે - આપણે તેમના પર ભરોસો રાખી શકીએ છીએ. પરંતુ ફક્ત ભરોસો રાખવો હંમેશા સરળ હોતું નથી. આ વિડિયોમાં આપણે જોઇશું કે કેમ, અને એ પણ જોઇશું કે આપણે એવો ભરોસો રાખી શકીએ છીએ કે ઈશ્વર એમટથી ભરપૂર છે. #BibleProject #બાઈબલ #વિશ્વાસુ

વફાદાર પ્રેમ

હિબ્રૂ શબ્દ ખેસેદ તો હિબ્રૂ બાઇબલમાંનું ઈશ્વરનું એક સૌથી સામાન્ય વર્ણન છે, અને બીજી કોઈપણ ભાષામાં તેનો અનુવાદ કરવો લગભગ અશક્ય છે! પ્રેમ, વફાદારી અને ઉદારતાના વિચારોને જોડતા આ શબ્દનો અર્થ ખૂબ જ સમૃદ્ધ છે. આ અદભુત હિબ્રૂ શબ્દને અને કેવી રીતે તે ઈશ્વરના ચરિત્ર વિષેની આપણી સમજને આકાર આપે છે તેને તપાસવામાં અમારી સાથે જોડાઓ. #BibleProject #બાઈબલ #વફાદારપ્રેમ

કોપ કરવે ધીમા

જ્યારે આપણે કહીએ કે ઈશ્વર કોપ કરવે ધીમા છે ત્યારે તેનો શો અર્થ થાય છે? બાઇબલમાં ઈશ્વરનો ક્રોધ તો માનવીય દુષ્ટતા પ્રત્યેનો ન્યાયી પ્રતિભાવ છે, જે ઈશ્વરના ન્યાય અને પ્રેમથી પ્રેરિત હોય છે. આ વિડિયોમાં આપણે બાઇબલની વાતોમાં જણાવેલ ઈશ્વરના ક્રોધ અને ન્યાય વિશે તપાસ કરીશું, અને જોઈશું કે કેવી રીતે આ બધું ઈસુ તરફ દોરી જાય છે. #BibleProject #બાઈબલ #કોપકરવેધીમા

બાઈબલ પ્રોજેક્ટ શું છે?

#BibleProject #બાઈબલ #બાઈબલ પ્રોજેક્ટશુંછે?

કૃપા

બાઇબલના ઈશ્વર કૃપાળુ છે એવું કહેવાનો શો અર્થ થાય છે? આ વિડિયોમાં આપણે કૃપા માટેના હિબ્રૂ શબ્દોને જોઈશું અને આપણે ઈશ્વરને કેવી રીતે જોઇએ છીએ તે વિશેના મહત્વના વિચારની ગહન અસરોને સમજીશું. જ્યારે આપણે કૃપાનો બાઇબલ આધારીત અર્થ જોઈએ છીએ અને સમજીએ છીએ કે ઈશ્વર કૃપાળુ છે, ત્યારે આપણે એવા ઈશ્વરને જોઈએ છીએ કે જે અયોગ્ય લોકોને ઉદાર ભેટો આપવામાં આનંદ અનુભવે છે. #BibleProject #બાઈબલ #કૃપા

ઇમેઇલ સાઇન અપ

Sign up for the TWR360 Newsletter

Access updates, news, Biblical teaching and inspirational messages from powerful Christian voices.

ટીડબલ્યુઆર360માંથી અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે સાઇન અપ કરવા બદલ આભાર.

જરૂરી જાણકારી ગુમ થયેલ છે